‘ઈન્શાઅલ્લાહ’ ફિલ્મની અસર ‘સડક 2’ પર થઈ નથી, આલિયા ભટ્ટે એડજસ્ટ કરી ડેટ્સ

admin
1 Min Read

આલિયા ભટ્ટે ‘ઇન્શાઅલ્લાહ’ ફિલ્મની અસર તેના પિતાની કમબેક ફિલ્મ ‘સડક 2’ પર થવા દીધી નથી. તે 15 સપ્ટેબરથી શૂટિંગ શરૂ કરવાની છે. અત્યારસુધી આ ફિલ્મનું શૂટિંગ ઉટી, મૈસુર અને રોમાનિયામાં થઇ ચૂક્યું છે.

હવે ચોથા શેડ્યૂઅલનું શૂટિંગ ઉત્તરાખંડમાં થશે. આલિયાએ આ ફિલ્મ માટે તેના ફિલ્મની ડેટ્સ એડજસ્ટ કરી છે. એવું કહેવાઈ રહ્યું છે કે, તેણે પહેલાં આ મહિનાની ડેટ્સ ‘ઇન્શાઅલ્લાહ’ ફિલ્મ માટે રાખી હતી.ફિલ્મના પ્રોડ્યૂસર મુકેશ ભટ્ટે કહ્યું કે, ‘અમે એક પરિવાર છીએ. એકબીજાને પહેલા પ્રાયોરિટી આપીએ છીએ.

આલિયા માટે ડેટ્સ એડજસ્ટ કરવી એ મોટી સમસ્યા ન હતી. ખુદ મહેશ પણ આ ફિલ્મ માટે 200% ઈન્વોલ્વમેન્ટ દેખાડી રહ્યો છે. સેટ પર તે 12-12 કલાક કામ કરી રહ્યો છે.

ફિલ્મની સ્ટારકાસ્ટમાં આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ, આદિત્ય રોય, સંજય દત્ત, જિશુ સેનગુપ્તા, પ્રિયંકા બોઝ અને અક્ષય આનંદ સામેલ છે. ‘સડક-2’ ફિલ્મથી આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ 20 વર્ષ બાદ ડિરેક્ટર તરીકે પરત ફરી રહ્યા છે.

‘સડક 2’ ફિલ્મ 1991ની ફિલ્મ ‘સડક’ની સિક્વલ છે. ‘સડક 2’ ફિલ્મથી આલિયા ભટ્ટ પહેલીવાર પિતા મહેશ ભટ્ટ સાથે કામ કરી રહી છે. ઉપરાંત બહેન પૂજા ભટ્ટ સાથે પણ આલિયા પહેલીવાર સ્ક્રીન શેર કરશે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

Share This Article