ભરૂચ : નાંદોદ તાલુકાના માંડણ ગામ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું

admin
2 Min Read

નર્મદા જિલ્લાના જુનારાજ, નિનાઈ ધોધ, ઝરવાણી, વિષલખાડી સહિતના સ્થળો કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર છે, આ સ્થળો પર પાણીના ધોધ, ઝરણાંમાં પ્રવાસીઓ ન્હાવાની મઝા માણે છે.પણ આ જગ્યાઓ પર ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ વધુ આવતા હોય છે.એ વિસ્તારના સ્થાનિક લોકો કાયદેસરની એક મંડળી બનાવી પ્રવાસીઓ પાસેથી વાહન ચાર્જ વસુલે છે, અને એ પૈસા એ જ વિસ્તારના વિકાસના કાર્યમાં વાપરે છે, તો બીજી બાજુ સ્થાનિક આદિવાસીઓ પ્રવાસીઓ માટે ઘરઘથ્થુ ભોજન બનાવીને પણ આવક મેળવી રહ્યા છે. હાલ નાંદોદ તાલુકાનું માંડણ ગામ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ ગામમાં પ્રવેશતાની સાથે જન્નત જેવો એહસાસ થાય છે.પ્રવાસીઓની વધતી સંખ્યા જોઈ આ ગામ લોકોએ તાત્કાલિક કામચલાઉ શૌચાલયો ઉભા કર્યા છે,

ગામના યુવાનો પ્રવાસીઓ દ્વારા થતી ગંદકી ની સાફ સફાઇ કરે છે.જે ગામના યુવાનોએ પ્રવાસીઓ માટે તત્કાળ કામચલાઉ શૌચાલય ઉભા કર્યાં, જો કોઈ પ્રવાસી પાણી ડુબતો હોય તો તેને બચાવવા તરવૈયાઓની વ્યવસ્થા પણ કરી છે.ગામના યુવાનો પ્રવાસીઓ દ્વારા થતી ગંદકીની સાફ સફાઇ પણ જાતે જ કરે છે. મુશ્કેલી એ છે કે ગામના તમામ રોડ પ્રવાસીઓના ધસારાથી તુટી જાય છે ખાડા પડી જાય છે તો તે રસ્તા ઓનું રીપેરીંગ ગામ લોકો પોતે કરે છે.જો કોઈ પ્રવાસીની ગાડી કાદવમા ફસાઈ જાય તો ગામના યુવાનો મદદ પણ કરે છે.માંડણ ગામમાં પ્રવાસીઓ માટે ઉભી કરેલી સુવિધાઓ માટે ગ્રામજનો દ્વારા બનાવાયેલી સમિતિ આવતા તમામ પ્રવાસીઓ પાસે કાયદેસર રસીદ આપી વાહન ચાર્જ વસુલે છે.નર્મદા જિલ્લામાં ભારતીય બંધારણની અનુસુચિ 5 અને પેસા કાનુન લાગું હોય તેવો માંડણ ગામ પ્રવાસન સમિતિ દ્વારા પાર્કીંગ ચાર્જ લેવાઈ રહ્યો છે.જો સરકાર દ્વારા પણ આ બાબતે ધ્યાન આપવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી વધુ પસંદગીનું સ્થળ બની શકે છે

Share This Article