પંચમહાલ: આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના પીઠ આગેવાનો જોડાતા રાજકીય વાતાવરણ ગરમાયું આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના પીઠ આગેવાનો જોડાયા

admin
2 Min Read

આજ રોજ હાલોલ તાલુકાના કાર્યકરોની એક બેઠક હાલોલ ગોધરા રોડ પર માં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઇ સંગાડા તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆત જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆના હસ્તે દિપ પ્રગટાવીને કરવામાં આવી. આજની મિટિંગમાં હાલોલ તાલુકા પ્રમુખ તરીકે યુવા લીડર વિશાલ જાદવની નિયુક્તિ કરવામાં આવી તેમજ હાલોલના જાંબાઝ મહિલા લીડર મુક્તિ જાદવ ને પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીમાં જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂંક જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા કરવામાં આવી. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું

પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું કદ દિન પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. કાર્યકરો દ્વારા પાર્ટીનો પ્રચાર અને પ્રસારની કામગીરી પુર જોશમાં કરવામાં આવી રહી છે. જિલ્લામાં ૧૬૦૦ કાર્યકરો પાર્ટીના પ્રચાર અને પ્રસારની કામગીરી કરી રહ્યા છે અને જિલ્લામાં એક લાખ થી વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે હવે આપણે કહી શકીએ છીએ કે, મતદારો પણ અમારા છે અને મત પણ અમારા છે તેથી જીત પણ અમારી છે. એમ કહી કાર્યકરોને તેઓની કામગીરીને બિરદાવી હતી. નવ નિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા તેમજ માર્ગદર્શન પણ આપ્યું હતું. ઉપસ્થિત કાર્યકરોને દ્રઢ સંકલ્પ, એક લક્ષ અને મજબૂત મનોબળ સાથે કામ કરવા જણાવ્યું. સાથે સાથે જણાવ્યું કે, પંચમહાલ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓનું માત્ર એક લક્ષ છે કે, જિલ્લાની પાંચે પાંચ વિધાનસભા આપણે જીતવાની છે. એના માટે સંપૂર્ણ તાકાત લગાવી દો.આમ આદમી પાર્ટીના સૌ કાર્યકરો ગામે ગામ, ઘરે ઘરે અને જને જને પહોંચો. લોકોને હવે વિકાસની રાજનીતિ જોઇએ છે. લોકો આમ આદમી પાર્ટીને આવકારી રહ્યાં છે.

Share This Article