બનાસકાંઠા : અંબાજી દાંતા માર્ગ પર ટ્રક નો અક્સ્માત

admin
1 Min Read

બનાસકાંઠા જીલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક વધારો થયી રહ્યો છે. ત્યારે અંબાજી દાંતા માર્ગ પર ટ્રક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થવાની ઘટના સામે આવી છે. જોકે આ અક્સમાતમાં કોઈ જાનહાની થઇ ન હતી.બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની વણથંભી વણઝાર યથાવત જોવા મળી રહી છે. જેમાં પ્રજા ગંભીર અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવી બેસે છે. ત્યારે અંબાજી દાંતા માર્ગ પર અકસ્માતની ઘટના બની છે.

અંબાજી દાંતા માર્ગમાં ત્રિશુલીયા ઘાટી પર ટ્રકનો અકસ્માત થયો. અંબાજી દાંતા માર્ગમાં ત્રિશુલીયા ઘાટીના બંને વ્યુ પોઇન્ટની વચ્ચે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ટ્રકનો અકસ્માત સર્જાતા ટ્રક રસ્તા વચ્ચેના ડીવાયડર પર ચઢી ગયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈજ જાનહાની થયી નહિ. માર્ગ મોટો કર્યો હોવા છતાં અકસ્માત સર્જાયો.

Share This Article