પંચમહાલ : શહેરા તાલુકાના નાડા ગામના ડેરી ફળીયામાં “આપ”ની જનસભા યોજાઇ ૪૫ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા

admin
2 Min Read

શહેરા તાલુકાના નાડા ગામના ડેરી ફળીયામાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત યાત્રા અંતર્ગત લોક સંપર્ક માટેની જનસભા કરવામાં આવી હતી. ગામનાં યુવા આગેવાન અશોકભાઈ બારીઆ, કાનજીભાઇ બામણીયા અને સંજયભાઈ પાદરીયાની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં ગામમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી પીસ્તાળીસ લોકોએ આમ આદમી પાર્ટીની ટોપી પહેરી પાર્ટીમાં જોડાયા હતા. શહેરા તાલુકા પ્રમુખ શ્રી અરવિંદભાઇ માછીએ પાર્ટીના સંગઠન બાબતે અને કિસાનોની સમસ્યાઓ બાબતે જણાવ્યું હતું અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ આજની સભાને સંબોધતા કહ્યું હતું કે એક જ પક્ષની એકધારી સતત સત્તા ભોગવતી સરકારની તાનાશાહી વધી ગઈ છે. લોકશાહી ખતમ કરી રાજાશાહીની રીતે વર્તન કરતાં જોવા મળે છે. અને એ પણ ગુંડાગર્દીથી. લોકોને દબાવી, ધમકાવી, ડરાવીને સત્તામાં ટકી રહેવા માટે હલકી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. પણ હવે શિક્ષિત, સમજદાર અને નિડર યુવા વર્ગ આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યો છે

અને વૈચારિક ક્રાંતિ માટે જન આંદોલન ઉભું કરી રહ્યા છે તેથી હલકી કક્ષાની રાજનીતિ કરતા લોકો માટે ચિંતા પેઠી છે. તેમ કહીં યુવાનોની આગેવાનીને બિરદાવી હતી. અને વધુ જણાવ્યું હતું કે, આપણે આપણી એક માત્ર આંગળીની તાકાતથી સત્તા અને સરકાર બદલી શકીએ છીએ. તેથી પોતાની આંગળી એ ભલ ભલાના રાજકીય પાવર ઑફ કરવા માટે પુરતી છે. એમ કહી નવા જોડાયેલા સભ્યોને આવકારી અને શુભેચ્છાઓ પાઠવી હતી. આજની મિટિંગમાં જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, ઝોન કિસાન પ્રમુખ તથા શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી, પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર મહેશભાઈ બારીઆ, વિજયભાઈ બારીઆ, સુરેશભાઈ બારીઆ, સામંતભાઇ બારીઆ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article