ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ કેમેરા સાથે દિલ્હી પ્રથમ

admin
1 Min Read

આજના સમયમાં સુરક્ષા એ માથાનો દુખાવો બની રહ્યો છે. ઓફીસ હોય ઘર હોય કે પછી પાર્કિંગ દરેક જગ્યાએ સરક્ષાના હેતુથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોય છે. આપણે સવારે ઘરેથી નીકળી ત્યારથી લઇ ઘરે ફરીએ ત્યાં સુધી ન જાણે કેટલા કેમેરામાં આવતા હોયએ છીએ. પોલીસ અને સરકાર પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ માટે માટે જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીએ વિશ્વમાં સૌથી વધુ સીસીટીવી કેમેરાવાળાં શહેરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ફોર્બ્સના રિપોર્ટ મુજબ, દિલ્હીનાં જાહેર સ્થળો પર દર ચોરસ મીટર વિસ્તારમાં 1,826 સીસીટીવી કેમેરા લાગ્યા છે.

જ્યારે લંડનમાં દર ચોરસ મીટર વિસ્તારમાં 1,138 કેમેરા લાગેલા છે.દિલ્હી બાદ લંડન વિશ્વમાં બીજા ક્રમે છે. ફોર્બ્સની યાદીમાં ભારતનાં 3 શહેર છે. જેમાં દિલ્હી પ્રથમ, ચેન્નઇ ત્રીજા અને મુંબઇ 18મા ક્રમે છે. ચેન્નઇમાં દર ચોરસ મીટર વિસ્તારમાં 609 અને મુંબઇમાં 157.4 કેમેરા લાગેલા છે. ફોર્બ્સની યાદીમાં દિલ્હી પ્રથમ આવતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરી પોતાના અધિકારીઓ તથા એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ફોર્બ્સની યાદી શૅર કરતા લખ્યું કે, મને જણાવતા ગર્વ થાય છે કે દિલ્હીએ શાંઘાઇ, ન્યૂયોર્ક અને લંડનને દર ચો.મી.માં મહત્તમ સીસીટીવી કેમેરા મામલે પછાડ્યા છે.

Share This Article