બનાસકાંઠા : જિલ્લાના દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે ૭૨ મો વન મહોત્સવ યોજાયો બનાસકાંઠા

admin
1 Min Read

રાજ્ય સરકાર અને સરકારના વન વિભાગ દ્વારા રાજ્ય ભરમાં છેલ્લા થોડા સમયથી ૭૨માં વન મહોત્સવની ઉજ્વણી કરવામાં આવી રહી છે. જેનો ઉદેશ્ય રાજ્યભરમાં વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો વાવવામાં અવે અને લોકો વાવેલા વૃક્ષોનું જતન કરે સાથેજ ઓક્સીજન અને પલ્યુંસનની સમસ્યાને નિવારી સકાય. જેના ભાગ રૂપે બનાસકાંઠાના દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ પાલનપુર તેમજ વિસ્તરણ રેન્જ દિયોદર ખાતે તાલુકા કક્ષાનો ૭૨મો વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દિયોદર નાયબ કલેકટર એમ એમ દેસાઈની ઉપસ્થિતમાં દીપ પ્રાગટય અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં દિયોદર ફોરેસ્ટ વિભાગ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વર્તમાન સમયમાં વૃક્ષારોપણના મહત્વ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને હરિયાળુ બનાવવા માટે વૃક્ષારોપણ કરવું અને તેનું ઉછેર કરવા આહવાન કરવામાં આવ્યું હતું. જેમાં દિયોદર તાલુકાના દરેક ગામોમાં વૃક્ષને ઉછેર કરવા માટે એક અભિયાન ચાલુ છે. જેમાં હજારોની સંખ્યામાં વૃક્ષનું વાવેતર કરી તેની કાળજી રાખી વૃક્ષને ઉછેર કરવાનો પ્રયત્ન થઈ રહો છે તે અંગે માહિતી આપવામાં આવી હતી.

Share This Article