પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

admin
1 Min Read

પંચમહાલના હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમીના આધારે હાલોલ તાલુકાના સાથરોટા ગામે પ્રાથમિક શાળા પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં ચાલતા શ્રાવણિયા જુગાર પર છાપો મારી 11 ખેલીઓને 60,500/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ પોલીસ મથકના પી.આઇ.જાડેજાને અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના સાથરોટા ગામે આવેલ પ્રાથમિક શાળા પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જાહેરમાં પત્તાપાનાનો હારજીતનો પૈસા વડે જુગાર રમી રહ્યા છે

જે બાતમીને આધારે પી.આઇ. જાડેજાએ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમને માહિતી આપી સાથરોટા ગામે ચાલતા જુગારધામ પર છાપો મારવા સૂચના આપી હતી. જેને લઇ હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમે સાથરોટા ગામે આવેલ પ્રાથમિક શાળા પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર છાપો મારતા હાર-જીતનો પત્તાપાનાનો પૈસા વડે જુગાર રમતા ખેલીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પોલીસની ટીમે 11 ખેલીઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી લીધા હતા.

Share This Article