ગુજરાત : શક્તિપીઠ અંબાજીમાં 3 દિવસમાં 1.50 લાખ યાત્રાળુઓએ દર્શન કર્યા

admin
2 Min Read

ધાર્મિક ઉત્સવ અને રજાઓના સમન્વય વચ્ચે શક્તિપીઠ અંબાજી યાત્રિકોથી ઊભરાયું હતુ. ત્રણ દિવસમાં દોઢ લાખ ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યા છે. યાત્રિકો સાથે 27 હજારથી પણ વધુ માઈ ભક્તોએ માતાજીના પ્રસાદ ભોજનનો લાભ લીધો હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું એક માઈ ભક્તે 11 કિલો ચાંદીના પાત્રો પણ માને ભેટ ધર્યા હતા છઠ સાતમ અને જન્માષ્ટમી શનિ, રવિ અને સોમની રજાઓના સમન્વય વચ્ચે શક્તિપીઠ અંબાજી અસંખ્ય યાત્રીકોથી ઊભરાયું હતું.ત્રણ દિવસ દરમિયાન શકિતપીઠ અંબાજી અસંખ્ય યાત્રીકોથી ઉભરાયુ હતું. રાજસ્થાનના પર્યટક સ્થળ હિલ સ્ટેશન માઉન્ટ આબુ અને ઉદયપુરની દર્શન સહિતની યાત્રાને લઈ અંબાજીને જોડતા માર્ગો પણ વિવિધ યાત્રિક વાહનોનું જાણે કીડિયારું ઉભરાયુ હતું.

તે સાથે જ આગામી ભાદરવી મહા કુંભ મેળો સ્થગિત રહેવાની આશંકાને પગલે વિવિધ પદયાત્રી સંઘોએ પણ અંબાજી ધામ સહિત અંબાજીના માર્ગો માઁ અંબાના જયઘોષથી ગુંજ્યૂં હતું અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જોકે દેવસ્થાન ટ્રસ્ટની સુચારુદર્શન અને સુરક્ષા વ્યવસ્થાને કારણે માઈભક્તો સુખરૂપ દર્શન કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.એ સાથે શકિતપીઠ ગબ્બર પર્વત પર પણ યાત્રિકોનો ભારે ધસારો રહેવા પામ્યો હતો બીજી તરફ અંબાજી ઉભરાયેલ વાહનોને લઇ ગબ્બર સર્કલ થી લઈ આબુરોડ માર્ગ તરફે જાણે કીડિયારું ઉભરાયુ હોય તેમ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતા. છેલ્લા ત્રણ દિવસમાં દોઢ લાખથી પણ વધુ યાત્રિકોએ માં અંબાના દર્શન કરવા સાથે મંદિર ભંડારમાં પણ 41 લાખની આવક થવા પામી છે. જોકે આ દરમિયાન એક માઈભક્તે 11 કિલો ચાંદીના પાત્રો પણ માને ભેટ ધર્યા હતા. જ્યારે 27 હજારથી પણ વધુ યાત્રિકોએ માઁ અંબાના રાજભોગ સમા નિ:શુલ્ક ભોજનનો અંબિકા ભોજનાલયમાં પણ પ્રસાદનો લ્હાવો લીધો હોવાનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના સુત્રોએ જણાવ્યું હતું

Share This Article