ગુજરાત : મિશન ૨૦૨૨ના લક્ષ્યાંક સાથે ભાજપની કારોબારી બેઠક મળશે

admin
2 Min Read

ગુજરાત વિધાનસભાની ચુટણી અગામી સમયમાં જાહેર થવાની છે. ત્યારે રાજકીય પક્ષોએ અત્યારથીજ ચુટણી લક્ષી તીયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપે તડામાર તૈયારી આરંભી દીધી છે. જેના ભાગરુપે કેવડિયા કોલોની ખાતે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળશે. આવતીકાલથી શરૂ થનારી પ્રદેશ કારોબારી પેપરલેસ હશે. ત્રણ દિવસીય કારોબારીમાં મિશન-2022ના લક્ષ્યાંક સાથે ભાજપ વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરશે. આ ઉપરાંત સરંક્ષણ પ્રધાન રાજનાથસિંહના હસ્તે ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટનું લોન્ચિગ પણ કરવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સિટીમાં ભાજપની પ્રદેશ કારોબારી મળી રહી છે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે પ્રચાર કરવો, કયા મુદ્દોઓને લઇને પ્રજા વચ્ચે જવુ, વિરોધીઓને કેવી રીતે માત આપવી, 27 વર્ષની સત્તાને કેવી રીતે બરકરાર રાખવી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાને લોકો સુધી કેવી રીતે પહોંચાડવી તે એંગે સમગ્ર રણનીતિ ઘડવામાં આવશે. કોરોનાની બીજી લહેરમાં આરોગ્યની કથળેલી પરિસ્થિતિને લઇને કોંગ્રેસ ચૂંટણી મુદ્દો બનાવે તેવી સંભાવના છે ત્યારે તેની સામે કેવી રીતે રાજકીય જવાબ આપવો તે અંગે પણ હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવનાર છે.

આ વખતની પ્રદેશ કારોબારી પેપરલેસ હશે. ભાજપે તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારોને ટેબલેટ આપવામાં આવશે. ગુજરાત ડીજીટલ કનેક્ટ પ્રોજેક્ટ અંતર્ગત 750 હોદ્દેદારોને ટેબલેટ આપવામાં આવશે. આ ટેબલેટથી ધારાસભ્યો, સાંસદો જનહિતના શુ કામો કર્યા તે જોવા મળશે. ટેબલેટ પર મેસેજ કરી આગામી પક્ષના કાર્યક્રમ અને મિટીંગની જાણ કરાશે. આ ટેબલેટમાં કેન્દ્ર-રાજ્ય સરકારની જનલક્ષી યોજનાની માહિતી ઉપરાંત ફોર્મ હશે. પક્ષના કાર્યક્રમ, સંપર્ક અને મંત્રી-ધારાસભ્યોના પ્રવાસની માહિતી પણ ટેબલેટથી જાણી શકાશે. પ્રદેશ કારોબારીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, મંત્રી પુરષોત્તમ રુપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરા પણ ઉપસ્થિત રહેશે. ભાજપે મિશન 2022ની તૈયારીઓ આરંભી છે અને સાંસદો,ધારાસભ્યોથી માંડી ભાજપના હોદ્દેદારોને ચૂંટણી કામે લાગી જવા સજજ કરાયા છે.

Share This Article