ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર આરોગ્ય કેન્દ્ર ખાતે બીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉત્સાહ પૂર્વક ભાગ લેતા લોકો નજરે પડયા હતા. સવારે આરોગ્ય કેન્દ્ર ખાતે લોકો ઉત્સાહ પૂર્વક કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. ત્રીજી લહેરની સંભાવનાઓના પગલે લોકો કોરોનાથી સુરક્ષિત રહે એ માટે રસીકરણ કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે. યુનુસભાઈ તલાટીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર રસીકરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. લોકોમાં જે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.
તેને દૂર કરવા માટે રસીકરણ કાર્યક્રમ આયોજિત કરાયો છે. વધુમાં વધુ લોકો રસીકરણ કરાવી સુરક્ષિત રહે એ માટે તેઓએ અનુરોધ કર્યો હતો. કપરા સમયે આરોગ્ય વિભાગના યોદ્ધાઑ પોતાના જીવના જોખમે ઝઝૂમી રહેલા છે, તો આપણે પણ સહકાર આપી રસીકરણના કેમ્પને સફર બનાવવા જોઇએ એમ તેઓએ જણાવ્યું હતું.
