ગુજરાત-નવા મુખ્યમંત્રી સાથે મંત્રી મંડળમાં મોટા ફેરફાર

admin
2 Min Read

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળના સભ્યોની જાહેરાત દિલ્હીથી યાદી આવ્યા બાદ કરશે. બુધવાર સુધીમાં આ નવા મંત્રીમંડળના સભ્યોનાં નામની જાહેરાત થઈ જશે. હાલના 22 મંત્રી પૈકી 13 મંત્રીનાં નામ પર કાતર ફરી જાય એવી શક્યતા છે, જ્યારે નવાં 15 નામનો ઉમેરો થઈ જશે. આમ, આખાંય મંત્રીમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના મંત્રીમંડળમાંથી પાંચ કે છ મંત્રી જ ફરી મંત્રીપદના શપથ લેશે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.

જેમાં પ્રદીપસિંહ જાડેજા કે જે ઘણા સમયથી સિનિયર મંત્રી છે, પાર્ટી, ધારાસભા અને મંત્રીમંડળમાં તેઓ ભૂપેન્દ્ર પટેલ કરતાં ઘણો વધુ અનુભવ ધરાવે છે. કેટલાય સમયથી તેમને રાજ્યકક્ષાને બદલે કેબિનેટ મંત્રી બનાવાશે એવો ક્યાસ લગાવાતો હતો, પરંતુ કેટલાંક કારણોસર એ સાચો ન પડ્યો, પરંતુ હવે તેઓ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પ્રમોશન લઇ લેશે., આત્મારામ પરમાર તેઓ સિનિયર દલિત આગેવાન છે અને સીઆર પાટીલના ખૂબ નજીકના નેતા ગણાય છે. વિધાનસભામાં પ્રતિનિધિત્વ બોટાદનું કરે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના છે. તેમના મંત્રી બનવાથી કેબિનેટમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બન્નેની હિસ્સેદારી બનશે. રાજેન્દ્ર ત્રિવેદી જેઓ અગાઉ રાજ્યકક્ષાના મંત્રીમાંથી વિધાનસભા અધ્યક્ષ બન્યા હતા, પરંતુ હવે ફરીથી કેબિનેટમાં લેવાશે અને સિનિયર મંત્રી તરીકે સારો વિભાગ પણ મળી શકે છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કે

Share This Article