ગોધરા-તંત્ર દ્વારા ગણેશ વિસર્જનની તૈયારીઓ કરાઈ

admin
1 Min Read

ગોધરા શહેરમાં પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ ગાઇડલાઇન મુજબ ગણેશ પ્રતિમાનુ વિસર્જન કરવામા આવશે. પાલિકાતંત્રમાં ભક્તો મુર્તિનૂ વિસર્જન કરી શકે તે માટે કૃત્રિમ તળાવો શહેરના વિવિધ વિસ્તારમાં તૈયાર કરવામા આવ્યા છે. વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામા આવશે. ગોધરા શહેરમાં સ્થાપિત કરેલ પાંચ દિવસના આ ગણેશ પ્રતિમાઓનૂ વિસર્જન માટે પાલિકા દ્વારા તૈયાર કરવામા આવેલા કુત્રિમ તળાવોમાં કરવામા આવશે.

શહેરમાં આવેલા રામસાગર, કનેલાવ તળાવોમાં ગણેશ પ્રતિમાની મુર્તિઓના વિસર્જન નહી કરવા સુચન કરવામા આવ્યૂ છે. કોરોનાની મહામારીને લઈને આ વખતે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવો ઉભા કરવામા આવ્યા. ગોધરા શહેરમાં લાલબાગ ટેકરી,એસઆરપી ગ્રુપ સામે, સમ્રાટ નગર, રોટરી સ્કુલ સામે કૃત્રિમ તળાવો બનાવામાં આવ્યા છે. જેમાં વિસર્જન કરવામા આવશે. ગોધરા શહેરમાં પણ નગરજનો દ્વારા ઘરે સ્થાપવામા આવેલી મુર્તિઓનૂ વિસર્જન કરવામાં આવશે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે તે માટે પોલીસનો બંદોબસ્ત રાખવામા આવ્યો છે.

Share This Article