પંચમહાલ : અંબાજી જવા પગપાળા સંઘ થયો રવાના

admin
1 Min Read

પંચમહાલ જીલ્લામાથી પગપાળા સંઘો અંબાજી જવા માટે રવાના થયા છે. ત્યારે પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલા ગામોમાથી પણ પગપાળા સંઘો અંબાજી જવા માટે રવાના થયા છે. વાઘજીપુર ગામેથી આદ્યશક્તિ યુવક મંડળના યુવાનો કલાત્મક માતાજીનો રથ બનાવીને અંબાજી જવા માટે રવાના થયા છે. ભાદરવી પુનમના પવિત્ર દિવસે ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલી શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનનુ વિશેષ મહત્વ હોય છે. જેને લઇને ગુજરાત ભરમાંથી પગપાળા સંઘો રવાના થાય છે.

ત્યારે પંચમહાલ જીલ્લાનન શહેરા તાલૂકામાંથી પણ પગપાળા સંઘો અંબાજી જવા માટે રવાના થયા છે. પંરતુ હાલમાં કોરોનાની મહામારીના ડરના કારણે પગપાળા સંઘોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. શહેરા તાલૂકાના વાઘજીપુર ગામથી દર વર્ષે પગપાળા સંઘ રવાના થાય છે. ત્યારે આદ્યશક્તિ યુવક મંડળ દ્વારા પગપાળા સંઘ અંબાજી જવાના રવાના થયો હતો. ગામના યુવાનો, વૃધ્ધો સંગીતમય વાતાવરણના તાલે માતાજીનો જયજયકાર બોલાવતા સંઘમા જવા રવાના થયા હતા. યુવાનો દ્વારા જગજનની માતાને દેશસૂખ સમૃધ્ધિથાય, કોરોનાની મહામારી મૂક્તથાય તે માટે પ્રાર્થના કરશે.

Share This Article