વડોદરા : લાલબહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલી અપાઈ

admin
1 Min Read

લાલબહાદુર શાસ્ત્રીજીની 117મી જન્મજયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં આજે લાલ બહાદુર શાસ્ત્રીજી ની 117મી જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ બીજી ઓક્ટોબર 1904ના રોજ થયો હતો, તેમણે વર્ષ 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જય જવાન જય કિસાન સૂત્ર આપ્યું હતું.

આજે લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેરના સંગમ વિસ્તારમાં આવેલ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સલામી સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, કોંગ્રેસના નેતા અમીબેન રાવત સહિત વિવિધ પક્ષના હોદ્દેદારો તેમજ કાઉન્સીલરો અને કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહીને લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

Share This Article