પંચમહાલ: મેઘદૂત સોસાયટીમા આવેલા બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો સવા લાખના મૂદ્દામાલની ચોરી કરી ફરાર

admin
1 Min Read

હાલોલ નગરના ગોધરા રોડ પર મેઘદૂત સોસાયટીમાં આવેલ બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તિજોરીમાંથી 1,2,500/-ની કિંમતના સોના ચાંદીના દાગીનાની માલમત્તા ઉઠાવી પલાયન થઈ જતા નગરમાં ફફડાટ સાથે ચકચાર વ્યાપી જવા પામી હતી જેમાં બનાવવા અંગે ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ મેઘદૂત સોસાયટીમાં મકાન નંબર 4 માં રહેતા નરેશકુમાર વેલચંદ શાહ ધંધાકીય કામ અર્થે મુંબઈ ગયા હતા.

. જ્યારે ઘરમાં તેમના પત્ની કિંજલબેન પોતાના મકાનને તાળું મારી પોતાની નણંદને ત્યાં ગયા હતા…જેમાં મેઘદૂત સોસાયટી ખાતે આવેલ તેઓનું મકાન બંધ હાલતમાં જોઇ તસ્કરોએ મોકાનો ફાયદો ઉઠાવી નરેશ કુમાર ના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.. જેમાં તસ્કરોએ તાળું તોડી ઘરમાં ઘૂસી ઘરમાં મુકેલ તિજોરીના લોકને તોડી તિજોરીમાં રાખી મૂકેલ સોનાચાંદીના દાગીના જેની અંદાજે કિંમત 1,21,500/-રૂ.ની માલમત્તાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા જેમાં બનાવ અંગેની જાણ હાલોલ ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી જેમાં પોલીસ ટીમે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.

Share This Article