પંચમહાલ: સાગના વૃક્ષ પર વીજળી પડતા બે ભાગમા ચિરાઈ ગયુ

admin
1 Min Read

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બોરીયાવી ગામ પટેલ ફળિયામાં સાગના વૃક્ષ પર વીજળી પડતા બે ભાગમા ચિરાઈ ગયુ હતું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. તાલુકાના પૂર્વ ગ્રામીણ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ થયો હતો. તાલુકાના બોરીયાવી ગામ માં આવેલા એક સાગના વૃક્ષ પર વીજળી પડતા વૃક્ષ ચીરાઇ ગયું હતું …જોકે કોઇ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.

મોડી રાત્રે શહેરા તાલુકામાં પડેલા કડાકા-ભડાકા સાથે ના વરસાદ માં વીજળી પડવાનો બનાવ બોરીયાવી ગામે બન્યો હતો. બોરીયાવી ગામ ના આવેલા પટેલ ફળિયામાં એક સાગના વૃક્ષ પર વીજળી પડતા આખું વૃક્ષ ઉપરથી ચીરાઈને બે ભાગમાં વહેંચાઇ ગયું હતું. વીજળીના અવાજથી આસપાસના લોકોમાં પણ ભય વ્યાપી ગયો હતો…ડાભી મંગળભાઈ રતનભાઇના ઘર પાસે આવેલા શાગ ના ઝાડ પર વીજળી પડવા નો બનાવ બન્યો હતો. હાલમાં કોઈ જાનહાની થઈ નથી. તેવું પણ જાણવા મળ્યું છે પરંતુ. બોરીયાવી ગામમાં. કેટલાક વીજ ઉપકરણો તેમજ નુકસાન પહોંચ્યુ હોવાની માહિતી. ગ્રામજનો દ્વારા જાણવા મળી

Share This Article