ભારત-કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની અટકાયત

admin
1 Min Read

ગોરખપુરની એક હોટલમાં પોલીસનાં મારથી કાનપુરનાં વેપારી મનીષ ગુપ્તાનાં મોતનો મામલો હજુ ઠંડો પડ્યો ન હતો કે લખીમપુર ખેરીમાં એક નેતાનાં દિકરાનાં કારણે કથિત રીતે ખેડૂતો પર કાર ચઢાવી દેવાથી તેમની મોતની ઘટનાએ રાજ્યનાં રાજકીય તાપમાનમાં વધારો કર્યો છે. વહીવટીતંત્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને દોષિતોને કડક સજાની જાહેરાત કરી રહ્યું છે. પરંતુ ખેરીનાં બનબીરપુર ગામની ઘટનાએ માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરનાં ખેડૂતોમાં ગુસ્સાંનું બીજ વાવ્યું છે. ભારતીય કિસાન યુનિયન, સંયુક્ત કિસાન મોરચા અને કોંગ્રેસ, સપા, બસપા સહિત મોટાભાગનાં વિપક્ષી દળોનાં નેતાઓએ લખીમપુર ખેરી પહોંચવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મોડી રાત્રે લખનઉ પહોંચ્યા અને ત્યાંથી લખીમપુર જવા રવાના થયા હતા.

પરંતુ લખીમપુર પહેલા પોલીસે તેમને સીતાપુરમાં રોક્યા હતા. યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી છે. સીતાપુરનાં હરગાંવમાં પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે. જ્યાંથી તેમને સીતાપુરનાં ગેસ્ટ હાઉસમાં નજરકેદમાં રાખવામાં આવ્યા છે. આ પહેલા પ્રિયંકા ગાંધીની પોલીસ અધિકારીઓ સાથે બબાલ પણ થઇ હતી. જ્યારે પોલીસે પ્રિયંકા ગાંધીને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે પોલીસનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, જે રીતે આ દેશમાં ખેડૂતોને કચડી દેવામાં આવી રહ્યા છે, તેના માટે કોઈ શબ્દો નથી, ઘણા મહિનાઓથી ખેડૂત અવાજ ઉઠાવી રહ્યો

Share This Article