ગુજરાત-ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં થયું ૫૬ ટકા મતદાન

admin
1 Min Read

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ ગઈ, આ ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ ઠંડો જોવા મળ્યો હતો. શહેરમાં આમ આદમી પાર્ટી પહેલીવખત કોર્પોરેશનની ચૂંટણીમાં ઝમ્પલાવતા ત્રિપાંખીયો જંગ થઈ રહ્યો છે. પરંતુ ઓછા મતદાનમાં પરિણામ કોના તરફી રહેશે તે તો આગામી 5મી તારીખે માલુમ પડી જશે. ગાંધીનગરમાં યોજાયેલી ચૂંટણીમાં બપોરના એક વાગ્યા સુધીમાં માત્ર 17% જ મતદાન થયું હતું, આ પછી મતદારોને રિઝવવા માટે નેતાઓ અને ધારાસભ્યો મેદાનમાં આવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં માત્ર સરઘસ નહીં પરંતુ રેલી, ડાયરા, રોડ-શો, નાટક વગેરે રીતે મતદારોને રિઝવવાના પ્રયાસ થયા હતા જોકે, હવે ઓછું મતદાન થતા પરિણામ પર તેની કેવી અસર પડશે તે આગામી દિવસોમાં સામે આવશે. બીજી તરફ પહેલીવાર ગાંધીનગરમાં ચૂંટણી દરમિયાન અજંપો રહેતા પોલીસ દોડતી થઈ હતી,

સેક્ટર-22, સેક્ટર-6 જેવા વિસ્તારોમાં બે પાર્ટીઓના કાર્યકર્તાઓ આમને-સામને આવી જતા મામલો ગરમાયો હતો. જેમાં વોર્ડ-5ના સેક્ટર 22માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવી જવાની ઘટના બની હતી અને અહીં 100 જેટલા મતદારોના નામ યાદીમાંથી ગાયબ હોવાના મુદ્દે હોબાળો થોય હતો. બીજી તરફ 10 નંબરના વોર્ડમાં આવતા સેક્ટર-6માં તથા વોર્ડ-9ના કુડાસણમાં આપના બૂથમાં તોડફોડ કરવાની તથા કાર્યકર્તાઓ પર હુમલો કરવાની ઘટના બની હતી. આદર્શ આચાર સંહિતા પ્રમાણે પ્રચાર અર્થે બહારગામથી આવેલા કાજકીય કાર્યકર્તાઓએ અભિયાન બાદ પરત ફરી જવાનું હોય છે.

Share This Article