ભારત : શહેરોમાં શરૂ થશે ‘કાઉ હોસ્ટેલ’

admin
2 Min Read

શહેરોમાં ફ્લેટમાં રહેતા લોકો ગાય પાળવા ઈચ્છે તોપણ પૂરતી જગ્યાના અભાવે પાળી શકતા નથી, પણ કેન્દ્ર સરકાર એવી પહેલ કરવા જઈ રહી છે, જેના થકી ફ્લેટમાં રહેતા લોકો પણ પોતાની ગાય પાળી શકશે. કેન્દ્રીય પશુપાલનમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સોમવારે જણાવ્યું હતું કે ગાય પાળવા માગતા લોકો માટે સરકાર ‘કાઉ હોસ્ટેલ’ની પહેલ શરૂ કરવા જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે ‘કાઉ હોસ્ટેલનો કન્સેપ્ટ શહેરમાં રહેતા લોકો માટે મદદરૂપ બનશે. જે લોકો ગાય પાળવા માગે છે તેઓ ગાય ખરીદીને તેને આ હોસ્ટેલમાં રાખી શકશે, જ્યાં એમની યોગ્ય દેખભાળ કરવામાં આવશે. સરકાર આ પ્રકારની કાઉ હોસ્ટેલને પ્રોત્સાહન આપશે તથા જરૂરી મદદ કરશે. ‘કાઉ હોસ્ટેલ’ શહેરની બહારના વિસ્તારમાં સ્થાપવામાં આવશે.

રૂપાલાએ ગાય સહિતનાં પશુઓની દેખભાળ માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો. સોમવારે કેન્દ્રીય મંત્રીએ એનિમલ વેલ્ફેર બોર્ડની વેબસાઇટ લૉન્ચ કરી હતી. આ વેબસાઇટ દ્વારા પશુઓની સુખાકારી માટે કામ કરતા લોકો, સંસ્થાઓ ઑનલાઇન મંજૂરી મેળવી શકશે. વર્લ્ડ એનિમલ ડે નિમિત્તે ગુરુગ્રામ ખાતે આવેલી ગૌશાળામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કરી હતી. રૂપાલાએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગૌશાળાઓને મળતા દાનમાં થયેલા ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર પશુઓ પર ક્રૂરતા આચરનારાઓ સામેની કાર્યવાહીને વધુ કડક બનાવતું બિલ સંસદના આગામી સત્રમાં રજૂ કરે એવી સંભાવના છે. હાલ 1960ના પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ અબોલ પશુઓ પર ક્રૂરતા આચરનારાઓ સામે પહેલીવારનો ગુનો હોય તો માત્ર 50ના દંડની જોગવાઈ છે. રૂપાલાએ જણાવ્યું હતું ક

Share This Article