ભરૂચ- ચાસવડ ડેરીના તમામ સભાસદોને પ્રોત્સાહન ગિફ્ટ અપાઈ

admin
1 Min Read

ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકાની ચાસવડ ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમ તમામ સભાસદોને પ્રોત્સાહન રૂપે ગિફ્ટનું વિતરણ કરાતા સભાસદોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાયઁરત ચાસવડ ડેરી આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં રહીશોની જીવાદોરી ગણવામાં છે. ગરીબ પરીવાર પશુપાલનનો ઉછેર-માવજત કરીને ચાસવડ ડેરીમાં દુધ ભરે છે. જેમાંથી મળતી આવકમાંથી પોતાનું ઘરગુજરાન ચલાવે છે. આ વષઁ ચાસવડ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચુંટણી યોજાઇ હતી.

જેમાં આદિવાસી સમાજ સમપઁણ એકતા પેનલનૉ વિજય થતાં સત્તાનું સુકાન ચાસવડ ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમવાર આદિવાસીઓને મળ્યું હતું. પોતાના ચુંટણી ઢંઢેરામાં ચાસવડ ડેરીના તમામ સભાસદોને દિવાળીએ પ્રોત્સાહનરૂપે ગિફ્ટ આપવાનું વચન આપ્યું હતું. ચાસવડ ડેરીના તમામ સભાસદોને અને એજન્ટોને દુધની બળણી જેવા ગિફ્ટનું વિતરણ કરાયું હતું. જ્યારે વિજેતા બનેલ પેનલના કન્વીનર રહેલા સંજય ભગતે જણાવ્યું હતું કે, દર મહિને દુધ ઉત્પાદકોને પગારની ચુકવણી થાય છે. એકસાથે પગાર ચુકવાતો હોવાથી બેંકમાં લાંબી-લાંબી લાઇન થાય છે. ભારે હાલાકી વેઠવી પડે છે

Share This Article