ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ શુકલતીર્થ ગામના નર્મદા નદીના પટમાં મોટાપાયે ભૂમાફિયાઓ ખન્ન કર્યું છે. અને તેમાં વરસાદી પાણીનો ભરાવો થતાં નાહવા પડેલા યુવાનો ડૂબી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં શુકલતીર્થ ગામના ત્રણ યુવાનો નાહવા પડયાં હતા જેમાં એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકોને બચાવી લેવાયા હતા. ચોમાસાની ઋતુમાં લીજો બંધ હોવા છતાં કેટલાય ભૂમાફિયા માટી ખનન કરી હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
ગામના યુવાનનું મોત થતા ગ્રામજનોમાં પણ ભૂમાફિયાઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટીના શુકલતીર્થ ગામના નર્મદા નદીના પટમાં મોટા પાયે લીજો આપવામાં આવતી હોય છે, અને ભૂમાફિયાઓ દ્વારા આડેધડ માટી ખનન થતું હોય છે. માટી ખનન સ્થળે વરસાદી પાણી અને નર્મદા નદીમાં આવતી ભરતીનાં પાણીનો ભરાવો થવાના કારણે કેટલાય લોકો નાહવા પડતા હોય છે. પરંતુ ખરેખર આ ખાબોચિયા કેટલા ઊંડા છે તેનો અંદાજ રહેતો નથી. જેના કારણે નાહવા પડતા યુવાનનું ડૂબી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, અને તેમાંય ખાસ કરીને ચોમાસાની ઋતુમાં લીધો બંધ રાખવા ની હોય છે
