બનાસકાંઠા- સરકારી અનાજ ભરેલી ટ્રક પલટી ખાઈ ગયો

admin
1 Min Read

રાજય ભરમાં અકસ્માતોના પ્રમાણમાં છેલ્લા થોડા સમયથી વધારો થયો છે. રોજે અનેક અકસ્માતો થાય છે. જેટલા વાહનોનું પ્રમાણ વધ્યું છે તેટલુજ અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. અવાર નવાર રોડ અકસ્માતના બનાવો સામે આવે છે. રાજયમાં થતાં અકસ્માતમાં ઘણી વખત લોકોના જીવ પણ જતાં હોય છે. રાજયમાં નવા નવા રસ્તાઓ સુવિધા સાથે બની રહ્યા છે. ત્યારે તેની સામે અકસ્માત પણ થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આરટીઓ સર્કલ પાસેની સવેરા હોટલ સામે સરકારી અનાજ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હોવાની ઘટના બનિ છે.

રાજસ્થાન તરફથી આવતી એમ.પી. પાર્સિંગના ટ્રકના ચાલકે ગુમાવ્યો સ્ટીયરીંગ પરનો કાબૂ અને અકસ્માત સર્જાયો હતો. સરકારી અનાજ ભરેલ ટ્રકનું ટાયર ડીવાઇડર પર ચડી જતા ટ્રક પલટી મારી ગયો હતો જેને કારણે રોડ પર અફરાતફરી સર્જાઈ ગઈ હતી. બનાવમાં ટ્રકના ચાલક અને કંડક્ટરને સામાન્ય ઈજાઑ પહોચી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. અકસ્માતના પગલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

Share This Article