ભારત-આવતા મહિનાથી દેશમાં શરૂ થશે ‘હર ઘર દસ્તક’ અભિયાન

admin
2 Min Read

કોરોના સામે લડવા માટે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. ત્યારે ભારતમાં બહુ ઓછા સમયમાં 100 કરોડથી વધુ લોકોને વેકિસનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારે આવતા મહિનાથી કેન્દ્ર સરકાર મેગા રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, સરકાર આવતા મહિનાથી ‘હર ઘર દસ્તક’ રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ ઝુંબેશ હેઠળ, આરોગ્ય કર્મચારીઓ તમામ પાત્રતા ધરાવતા લોકો સુધી ઘરે-ઘરે જઈને રસીનો બીજો ડોઝ લગાવશે. આ સિવાય જેમણે પહેલો ડોઝ નથી લીધો તેમને પણ રસીનો પહેલો ડોઝ આપવામાં આવશે.

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે રસીકરણ અભિયાનને આગળ વધારવા અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે જણાવ્યું કે, ભારતમાં અત્યાર સુધીમાં 77 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 32 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકોએ રસીનો એક પણ ડોઝ આપ્યો નથી. આ દરમિયાન આરોગ્ય મંત્રીએ કહ્યું કે જેમણે હજુ સુધી રસી નથી લીધી તેમણે રસી લેવી જ જોઈએ. સરકારી ડેટા અનુસાર, 3.92 કરોડથી વધુ લાભાર્થીઓ છ અઠવાડિયાથી વધુ સમયથી રસીના બીજા ડોઝની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય લગભગ 1.57 કરોડ ચારથી છ અઠવાડિયાની રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, 1.50 કરોડથી વધુ લોકો 2-4 અઠવાડિયાથી રસીની રાહ જોઈ રહ્યા છે.

Share This Article