ગુજરાત- નવા વેરિયન્ટની અસર વાઈબ્રન્ટ ગુજરાતને થવાની સંભાવના

admin
3 Min Read

એમિક્રોન વેરિયન્ટે સમગ્ર દુનિયા ગભરાટનો માહોલ પેદા કર્યો છે. આ નવા વેરિયન્ટે આખરે ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. હવે રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા વ્યસ્ત છે પણ અનેક સવાલો સર્જાયા છે. વિદેશથી આવતા ડેલિગેટસોને ફરજિયાત સાત દિવસ કવોરન્ટાઇન થવુ પડશે. આ કારણોસર ડેલિગેટ્સોએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના એક સપ્તાહ પહેલાં આવવુ પડશે. પરિણામે આમંત્રિતો આઠ-દસ દિવસ ગુજરાતમા આવીને હોટલમાં પુરાઇ રહે તે શક્ય નથી.કદાચ આમંત્રિતો આવે તો ય ખાતરદારી મોંઘી પડે તેમ છે. ટૂંકમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પહેલાં જો અને તો વચ્ચેની સિૃથતી નિર્માણ થઇ છે. પાટનગર ગાંધીનગરમાં ય મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારનુ આખુય તંત્ર ઉંધા માથે છે. અત્યારે તો બધીય કામગીરી છોડી મોટાભાગના વિભાગના અિધકારીઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કામે લાગ્યા છે. હવે જયારે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો કેસ નોંધાયો છે.

BROCKTON – AUGUST 13: A nurse practitioner administers COVID-19 tests in the parking lot at Brockton High School in Brockton, MA under a tent during the coronavirus pandemic on Aug. 13, 2020. (Photo by David L. Ryan/The Boston Globe via Getty Images)

ભારતમાં વધતા જતાં કેસોને પગલે 11 હાઇરિસ્ક દેશોમાંથી આવતાં મુસાફરો માટે સાત દિવસ કવોરન્ટાઇન થવુ ફરજિયાત કરાયુ છે. ખુદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જ આ વાત કહી છેકે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના પગલે હવે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનારા આમંત્રિતો – ડેલિગેટ્સોનેય સાત દિવસ કવોરન્ટાઇન થવુ પડશે. હવે સવાલ એ ઉભો થયો છેકે, જો વિદેશી ડેલિગેટસ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના એકાદ-બે દિવસ પહેલાં આવેને સાત દિવસ સુધી કવોરન્ટાઇન થાય તો સમિટમાં ભાગ લેવા મળી શકે નહી. આ જોતાં આમંત્રિતો-ડેલિગેેટ્સોએ એક સપ્તાહ પહેલા આવવુ પડશે. અત્યાર સુધી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનારાં ડેલિગેટ્સો એેકાદ-બે દિવસ જ રોકાતા હતાં. હવે સાત-દસ દિવસ હોટલમાં વિતાવવા પડે તેવી સિૃથતી છે. કોઇપણ વિદેશી ડેલિગેટ્સ ગુજરાતમાં આવીને હોટલમાં સાત-દસ દિવસ પુરાઇ રહે તેવુ માનવુ ભૂલભરેલુ છે. કદાચ ડેલિગેટ્સ રહે તો રહેવા જમવા સહિતની ખાતરદારીનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડી શકે છે. આમ, ઘાટ કરતાં ઘડામણ જેવી સિૃથતીનું નિર્માણ થયુ છે. અિધકારીક સૂત્રોના મતે, કેટલાંય દેશોના આમંત્રિતો- ડેલિગેટ્સોએ હજુ સુધી ગુજરાત આવવાનુ કન્ફર્મેશન જ આપ્યુ નથી.આ ઉપરાંત સરકારના ઉદ્યોગ વિભાગના અિધકારીઓ આ મામલે મોન દાખવીને બેઠા છે. આ જોતાં વિદેશથી મહાનુભાવો આવે તેવી શક્યતા ઓછી છે જેથી વર્ચ્યુઅલ સમિટ યોજવા વિચારાઇ રહ્યુ છે.

Share This Article