હોરર ફિલ્મો જોવાથી ઘટાડી શકાય છે વજન

admin
1 Min Read

હોરર ફિલ્મનું નામ સાંભળીને જ કેટલાક લોકોના માથે પરસેવો છૂટી જતો હોય છે. તો કેટલાક લોકો આ ફિલ્મ જોવાના શોખીન હોય છે. રાત્રે અંધારામાં બ્લન્કેટમાંથી માત્ર મોઢું બહાર કાઢીને હોરર ફિલ્મ જોવાની મજા જ કંઇક અલગ છે. તેમ છતાં કેટલાક લોકો હોરર ફિલ્મના નામથી જ એટલા ડરી જાય છે કે તેમના માટે આવી ફિલ્મ જોવાની તો બહુ દૂરની વાત છે. પરંતુ શું તમને ખબર છે હોરર ફિલ્મ જોવાથી વજન ઘટાડી શકાય છે? વાંચીને ભલે થોડું અજીબ લાગે પણ હોરર ફિલ્મો જોઇને તમે તમારું વજન ઘટાડી શકો છો……વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટમાં થયેલા એક અભ્યાસ અનુસાર, હોરર ફિલ્મ જોવાથી કેલરી બર્ન થાય છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 90 મિનિટની હોરર ફિલ્મ આશરે શરીરની 113 કેલરી બાળી શકે છે. સામાન્ય રીતે, જ્યારે 30 મિનિટનું વોક કરો ત્યારે આટલી કેલરી બર્ન થતી હોય છે. એટલે રોજ તમે જેટલી વધુ હોરર ફિલ્મ જોશો એટલી વધુ કેલરી બર્ન થશે.

Share This Article