રાજકોટ-લોક ડાયરામાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ રૂપિયાનો વરસાદ કર્યો

Subham Bhatt
2 Min Read

સૌરાષ્ટ્રમાં લોકડાયરો હોય અને તેમાં રૂપિયાનો વરસાદનો ન થાય તેવું ક્યારે પણ બની ન શકે. બે
દિવસ પૂર્વે ગત રવિવારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે લેઉઆ પટેલ
સમાજ ભવનની નામકરણ વિધિ યોજાઈ હતી. આ સાથે વિકાસના કામોના લોકર્પણ તેમજ
ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ડાયરામાં પૂર્વ કેબિનેટ મંત્રી
જયેશ રાદડીયા હાજરી આપી હતી જ્યાં તેમના ઉપર રૂપિયાનો વરસાદ થયો હતો સાથે જયેશ
રાદડિયા પણ લોકડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત
સપ્તાહે પણ 18 એપ્રિલને રવિવારના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામે લેઉઆ
પટેલ સમાજ ભવનના લાભાર્થે શ્રી લેઉઆ પટેલ સમાજ-જેપુર દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન
કરવામાં આવતું હતું

Former minister Jayesh Radadia showered rupee in Rajkot-Lok Diara

જેમાં પણ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા પર રૂપિયાનો વરસાદ થયો હતો.
સામાન્ય રીતે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડાયરામાં ઘોળ ઉડાડવાની પરંપરા રહી છે એટલે કે
લોકો ડાયરામાં લોક સાહિત્યની વાતો પર અથવા તો ભજન કે કોઈ પણ વાત કે ભજન કે ગીતો માં
કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય છે. ત્યારે ગઈકાલે પણ જામકંડોરણાના સાજડીયારી
ગામમાં જે ગાયોના લાભાર્થે લોક ડાયરો યોજાયો તેમાં પણ રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રમાં લોક ડાયરો અને સંતવાણીનું અનેરૂ મહત્વ છે. હાલ ઠેર ઠેર લોક ડાયરા અને
સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકો કલાકારો પર વરસી રૂપિયાનો
વરસાદ કરતા નજરે ચડે છે.

Share This Article