વડોદરા-જામ્બુવા બ્રિજ ઉપર બે મોટર સાઇકલ, કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

Subham Bhatt
1 Min Read

વડોદરા નજીક નેશનલ હાઈવે ઉપર જામ્બુવા બ્રિજ ઉપર આજે સવારે બે મોટર સાઇકલ, કાર અને ટ્રકવચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં બાઇક સવાર બે વ્યક્તિઓના મોતનીપજયા હોવાનું જાણવા મળ્યું હતું. કમાટીભર્યા અકસ્માતના પગલે હાઇવે પરનો ટ્રાફિક વ્યવહારખોરવાઇ ગયો હતો. પરિણામે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. આ બનાવની જાણમકરપુરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને કાર્યવાહી હાથ ધરી હતી.મળેલી માહિતી પ્રમાણે જામ્બુવા બ્રિજ ઉપર આજે એક ડમ્પરે બે બાઇક સવારોને અડફેટમાં લીધાહતા.તેની સાથે એક કારચાલકને પણ અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ ગોઝારીઘટનામાં બાઇક ઉપર પસાર થઇ રહેલા એક મહિલા એક પુરુષ સહિત ત્રણ વ્યક્તિઓ રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાં બે વ્યક્તિઓના સ્થળ પર મોત નિપજયા હતા.

An accident occurred between two motorcycles, a car and a truck on the Vadodara-Jambuwa bridge

વાહનની અડફેટે આવી ગયેલા બાઈકસવારો ના શરીરના ફુરચા ઊડી ગયા હતા અને માંસના લોચા રોડ ઉપર વેરણછેરણ થઈ ગયા હતા.આબનાવને પગલે વડોદરા સુરત અને સુરતથી વડોદરા તરફ હાઇવે માર્ગ પર ટ્રાફિક જામ થઇ ગયોહતો.આ ગોઝારી ઘટનામાં પ્રજાપતિ પરિવારના જ વ્યક્તિઓ મોતને ભેટયા હોવાનું અનુમાનછે.મકરપુરા પોલીસ મથકના પીઆઈ જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે સવારે આ વિચિત્ર અકસ્માતમાં બેવ્યક્તિઓના મોત નિપજ્યા છે.અને તે અંગેની કાર્યવાહી ચાલી રહી છે.મૃતદેહોનો કબજો લઈને તેઓને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથધરી હતી.

Share This Article