વડોદરા- શિનોરના સેગવા મુકામે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરાઇ

Subham Bhatt
1 Min Read

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે, શિનોર તાલુકા ભાજપ કાર્યકરો નો સ્નેહમિલન કાર્યક્રમ, પૂર્વ ધારાસભ્ય સતિષપટેલ નિશાળિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા પાયાના ભાજપ કાર્યકરો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ૧ મેં, ૧૯૬૦ માં ગુજરાત ને અલગ રાજ્ય નો દરજ્જોમળ્યા બાદ,૧ મેં ને ગુજરાત સ્થાપના દિન તરીકે મનાવવામાં આવે છે. ત્યારે પૂર્વ ધારાસભ્યસતિષપટેલ નિશાળિયા ની અધ્યક્ષતા માં, રવિવાર ની સાંજે, શિનોર તાલુકા ના સેગવા મુકામે, પટેલસમાજ વાડી ખાતે, તાલુકા ભાજપ કાર્યકરો નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

Vadodara- Gujarat Foundation Day was celebrated at Segwa in Shinor

આ પ્રસંગે સતિષ પટેલ નિશાળિયા સહિત, જીલ્લા પંચાયત સાધલી બેઠક ના સદસ્ય સુમિત્રાબેન વસાવા, શિનોર તાલુકાપ્રભારી રુત્વિકભાઇ, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ક્રૉ-ઑપ સભ્ય ભાસ્કર પટેલ, મહામંત્રી ધર્મેશપટલ, તાલુકા-જીલ્લા ના હોદ્દેદારો અને સક્રિય બન્યો ની મોટીસંખ્યાની ઉપસ્થિત વચ્ચે,મંચસ્થમહાનુભાવો એ ગણેશજી ની પ્રતિમા ને પુષ્પહાર‌ પહેરાવી, કેક કાપી, કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો .જેમાં મહામંત્રી ધર્મેશપટેલ, ભાસ્કર પટેલ બાદ, શિનોર ભાજપ કાર્યકરો ના હ્રદય સમ્રાટ સતિષ પટેલ નિશાળિયા એ પ્રાસંગિક ઉદબોધન કરી શિનોર તાલુકા ભાજપ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો..

Share This Article