તેલુગુ એક્ટરને ન્યૂઝ એન્કરે ચાલુ પ્રોગ્રામમાં બહાર નીકળી જવા કહ્યું

Subham Bhatt
2 Min Read

The Telugu anchor was asked by the news anchor to exit the programલોકપ્રિય તેલુગુ અભિનેતા વિશ્વ સેન સોમવારે તેની આગામી ફિલ્મ માટેનો ઈન્ટરવ્યુ હેડલાઈન્સમાં છવાઈ ગયો. ઈન્ટરનેટ પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ટીવી એન્કર દેવી નાગવલ્લીએ સેનને હૈદરાબાદમાં ન્યૂઝ સ્ટુડિયો છોડવાનું કહ્યું હતું. વાયરલ વિડિયોમાં, વિશ્વક સેન દાવો કરતા સાંભળી શકાય છે કે એન્કરે તેને પાગલ સેન અને ડિપ્રેસ્ડ પર્સન તરીકે ઓળખાવ્યો હતો અને રસ્તા પર તેની ટીખળ વિશે ચર્ચા થઈ હતી જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી.

વિડિયોમાં જોઈ શકાય છેકે સેન એન્કર પર ગુસ્સે થઈને કહ્યું કે તેણીને તેના પર વ્યક્તિગત રૂપે ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી અને તેણી તેની જીભ પર ધ્યાન આપે અને તેને પાગલ સેન અથવા હતાશ વ્યક્તિ ન કહે. તેણે વધુમાં કહ્યું કે તેને કોઈ જાણ નથી કે કઈ વ્યક્તિએ તેને ડિપ્રેશનમાં કહ્યો. જેને પગલે, આ ટીવી એન્કર દેવી નાગવલ્લી તેના પર બૂમો પાડે છે અને તેને શક્ય તેટલી વહેલી તકે સ્ટુડિયોમાંથી બહાર નીકળવાનું કહે છે. વિડિયો વાયરલ થયા પછી તરત જ, વિશ્વક સેનના ચાહકોએ અભિનેતાને સમર્થન દર્શાવ્યું અને ટ્વિટર પર એન્કરની નિંદા કરી હતી. જેમાં એક યુઝરે લખ્યું કે તેણી ખૂબ જ અસંસ્કારી છે અને જો કોઈ મહેમાન ખરાબ વર્તન કરે છે તો તે તેને ઉતારી શકે છે પરંતુ કેમેરા પર આ રીતે અપમાનિત કરવાની પ્રેક્ટિસ ન કરવી જોઈએ.

દરમિયાન, ફિલ્મ પ્રમોશનના નામે પ્રૅન્ક વીડિયો બનાવીને કથિત રીતે ઉપદ્રવ સર્જવા બદલ વિશ્વક સેન વિરુદ્ધ રાજ્ય માનવ અધિકાર આયોગમાં પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અરજદાર હાઇકોર્ટના વકીલ અરુણ કુમાર છે જેમણે અભિનેતા અને એવી વ્યક્તિઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી જેઓ ટીખળ વીડિયોના નામે જાહેર જીવનમાં દખલ કરે છે. વિશ્વક સેને તેની આગામી રોમેન્ટિક ફિલ્મ અશોકા વનમલો અર્જુન કલ્યાણમના પ્રચાર માટે એક ટીખળનો વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોને હવે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પરથી દૂર કરવામાં આવ્યો છે.

Share This Article