બિઝનેસમેનનું અપહરણ કરી 70 લાખની માગી ખંડણી,પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલ્યો ભેદ

admin
1 Min Read

ડીસા પંથકમાં છેલ્લા ઘણાં સમયથી વાહન ઉઠાંતરી,લૂંટ, ઘરફોડ ચોરી, ચેનસ્નેચીંગ જેવા બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પોલીસ આ બનાવોને અટકાવવામાં નિષ્ફળ નિવડી રહી છે. ત્યારે ડીસામાં બિઝનેસમેનનું પૈસા પડાવવા અપહરણ કરવામાં આવ્યું હતું.અપહરણકારોએ વેપારીના છૂટકારા માટે રૂ.70 લાખની ખંડણી માંગી હતી

આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર બિઝનેસમેન અંકૂર અગ્રવાલનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણકારોએ વેપારીના છૂટકારા બદલ રૂપિયા 70 લાખની ખંડણી માંગી હતી. જોકે આ મામલે SP અજિત રાજ્યાએ ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલ્યો હતો અને અપહરણકારની ચુંગાલમાંથી અંકુર અગ્રવાલને હેમખેમ બચાવ્યા હતાં. આ મામલે પોલીસે અહરણકારોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.આ મામલે SP રાજયએ વેપારીને અપહરણકારોના ચુંગલમાંથી બચાવવા માટે અલગ-અલગ 6 ટીમો બનાવી હતી. અને SPએ સફળતાપૂર્ણક આ ક્રાઇમને ડિટેક્ટ કર્યું હતું. આ મામલે પોલીસે ક્રાઇમનો ચોક્કસ મોટીવ અને ક્રાઇમના અન્ય તોહમતદારોની તપાસ હાથ ધરી છે.

Share This Article