અમરેલી-2 સિંહણ 5 સિંહબાળ સાથેનો અદભુત વીડિયો વાયરલ

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરના જંગલમાં જજોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારે વધુ એક વખત વિડીયોસોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લામાં 2 સિંહણ 5 સિંહબાળ સાથેનો અદભુત વીડિયો વાયરલ થયો છે. ગીરના જંગલ વિસ્તારના પાણીના પોઇન્ટ નજીકનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Stunning video with Amreli-2 lion 5 lion cubs goes viral

માતા સિંહણ 5 સિંહબાળને દૂધ પીવરાવી માતૃત્વના દર્શન કરવાતો વીડિયો સોશિયલમીડિયામાં વાયરલ થયો છે. સિંહ દર્શન કરતા દર્શનાર્થીઓ દ્વારા ભાગ્યેજ જોવા મળે તેવી ઘટના વીડિયોમાં કેદથવા પામી છે. વીડિયો ગીરના જંગલ આસપાસમાં મોબાઈલ કેમેરામાં ઉતાર્યો હોવાનું પ્રાથમિક તારણલગાવવામાં આવ્યું છે. સિંહણનું લોકેશન અને સલામત સિંહબાળ જોતા જંગલ આસપાસનો વીડિયો હોવાનુંતારણ લાગવામાં આવી રહ્યું છે. વીડિયો કયા પંથકનો તે અંગે પુષ્ટિ થતી નથી. 5 નાના સિંહબાળો સાથે માતૃત્વ ભાવના સમન્વયનો સુંદર વીડિયો.

Share This Article