અમરેલી-ધોરાજીના ભૂખી ચોકડી નજીક સર્જાયો ગંભીર અકસ્માત

Subham Bhatt
1 Min Read

રાજયમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેમાં ઘણી વખત લોકોનાજીવ પણ જતાં હોય છે. અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ ગફલત ભર્યુ ડ્રાઇવિંગ કે પછી ઓવરસ્પીડ હોય શકે છે. ત્યારેરાજકોટ જિલ્લામાં પણ અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ જીલ્લા ના ધોરાજી ના ભૂખી ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધોરાજી ના ભૂખી  ચોકડી પાસે મોટરસાયકલ અને ઈકોકાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો

Serious accident near Bhukri crossroads of Amreli-Dhoraji

આ અકસ્માતમાં ભુખી ગામના સુનીલ પરમાર ઉ24 અને સાગર ડાંગર ઉ23 મોટરસાયકલ લઇ ને ભૂખી ચોકડી નજીક ઈકોકારે હડફેટેલેતા મોટરસાયકલ પર બેઠેલા બન્ને ઈજાગ્રસ્ત થયા હતા. ધોરાજી 108 ને જાણ કરાતા તાત્કાલિક 108ઘટના સ્થળે પહોંચી અને મોટરસાયકલ પર બેઠેલ બન્ને ને પહેલા ધોરાજી હોસ્પિટલ મા ખસેડાયા હતા. મોટરસાયકલ પર બેઠેલ બન્ને ઈજાગ્રસ્તો ને વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલ મા રીફર કરવામાં આવ્યા હતા.

Share This Article