રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા આવાસના બાકી રકમની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાંઆવી છે. જેમાં 1થી 30 એપ્રિલ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા આવાસોની બાકી રકમ પેટે રૂ.11,49,61,594ની વસૂલાત કરવામાં આવી છે. આજદિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત 31,000થીવધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી યોજના અંતર્ગત બની રહેલા EWS– II, LIG તેમજ MIG આવાસયોજનામાં જે લાભાર્થીઓને આવાસ ફાળવાયેલા છે પરંતુ જેઓ હજુ સુધી એલોટમેન્ટ લેટર લેવા આવ્યા નથી તેમજ જેલાભાર્થીઓને એલોટમેન્ટ લેટર મળી ચૂક્યો છે પરંતુ હપ્તા ચૂકવવાના બાકી છે તેઓને તંત્ર દ્વારા તાત્કાલિક આવાસ યોજનાવિભાગનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે.