થરાદ બેઠક પર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતને ટીકીટ

admin
1 Min Read

કોંગ્રેસ દ્વારા 6માંથી 4 બેઠકોના ઉમેદવારો જાહેર કરી લેવામાં આવ્યા છે. મહ્તવનું છે કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ અંતે ભાજપે પણ મોડી રાત્રે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરને અને બાયડ વિધાનસભા બેઠક પરથી ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે. કૉંગ્રેસે થરાદ બેઠકથી યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ અને એન.એસ.યુઆઈના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપી છે. ત્યારે બાયડથી જશુભાઈ પટેલને કૉંગ્રેસે ટિકિટ આપી હતી. લુણાવાડા બેઠક પર પેટાચૂંટણી માટે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. અમરાઈવાડી બેઠક પરથી કૉંગ્રેસે ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી છે.ભાજપે રાધનપુરમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. તો અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધવલસિંહ ઝાલાને બાયડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે લુણાવાડા બેઠક પર જીજ્ઞેશ સેવક પર પાર્ટીએ મહોર મારી છે. ત્યારે ખેરાલુ બેઠક પરથી પણ અજમલભાઇ ઠાકોરને ટિકિટ આપાવામાં આવી છે. ત્યારે અમદાવાદની અમરાઇડી બેઠક પરથી જગદીશ પટેલે અને થરાદ બેઠક પરથી જીવરાજ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

Share This Article