ભાજપે આ ઉમેદવાર પર મુક્યો છે વિશ્વાસ

admin
1 Min Read

બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ જીવરાજ પટેલ પર વિશ્વાસ મુક્યો છે. તેઓ થરાદના નાગલા ગામના વતની છે અને ધોરણ 10 પાસ છે. તેઓ હાલ થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ છે. તેમના પિતા જગતાભાઈ પણ સમાજ સુધારક હતા. જીવરાજ પટેલ આજણા ચૌધરી સમાજમાંથી આવે છે. ભાજપના સક્રિય કાર્યકર છે. તેઓના નામની જાહેરાત થતાની સાથે જ શંકર ચૌધરી સહિતના પાર્ટી આગેવાનો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા અને મીઠાઈ કવડાવી મોં મીઠુ કરાવ્યુ હતુ.ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોના ઉમેદવારો આજે અંતિમ દિવસે તેમની ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારોની પસંદગીને લઇને બંને પક્ષોમાં છેક સુધી કોકડું ગુંચવાયેલું રહ્યું. ભાજપે મોડી રાત્રે તમામ 6 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા. જ્યારે કે કોંગ્રેસે ખેરાલુ અને રાધનપુર બેઠકને બાદ કરતા બાકીની 4 બેઠકના ઉમેદવારોના નામ સત્તાવાર જાહેર કરી દીધા છે.ગુજરાતની પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાય ગયું છે. ગુજરાતમાં સાત બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની હતી, જેમાંથી 6 બેઠકો પર ભાજપે પોતાના મૂરતિયાઓના નામ જાહેર કર્યા છે. ભાજપે આખરે 6 બેઠક પર પોતાના ઉમેદવારોને નક્કી કર્યા છે.

Share This Article