દાહોદ-લગ્નનો સામાન ભરીને જતાં છકડાનો સર્જાયો અકસ્માત

Subham Bhatt
2 Min Read

દાહોદના મોલી ગામે લગ્નનું સામાન લઈ જતા છકડા અને કાર વચ્ચે ઇટાડી ગામે સર્જાયો ગમખ્વારઅકસ્માત . લગ્નનું સામાન લઈ અને જતા પિતા સહિત પરિવારને નડ્યો અકસ્માત હાલ લગ્ન પ્રસંગ નાકામમાં જોતરાયેલા પરિવાર અકસ્માત થતા લગ્ન ના શુભ પ્રસંગ માં ઉભો થયો વિગ્ન . પ્રાપ્ત માહિતીમુજબ સંજેલી તાલુકાના ઇટાડી ગાડામાં આજરોજ તારીખ ૭ મે ના રોજ રાત્રી ના સમયે છકડામાં પોતાનાદીકરાના લગ્નનું સામાન ભરી અને જતા રામસીંગ ભાઈ બીજિયભાઈ ગરાસિયા જે પોતે સંજેલી ખાતેથીલગ્નનું સામાન અને લઈ અને પોતાના ગામે મોલી તરફ જઈ રહ્યા હતા . તેમજ અન્ય લોકો પણ સવારહતા . ત્યારે રસ્તામાં ઈટાડી ના ઘાટા માં ઝાલોદ રોડ તરફ થી સંજેલી તરફ આવતી કાર આ છકડા સાથેકંઈક કારણોસર છકડા સાથે ગંભીર અકસ્માત સર્જાતા છકડામાં બેઠેલા લોકો ને અડફેટે લીધા હતા જેમાં બેઠેલા લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી .

Dahod - An accident occurred while loading wedding goods

 

જેમાં મહિલાઓ અને બેઠેલા પુરુષોને પણ ગંભીર ઈજાઓ થવાપામી હતી ત્યારે તાત્કાલિક ધોરણે 108ને જાણ કરવામાં આવી હતી જેમાં બે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળપર પહોંચી ગઈ હતી. તેમજ ઇજા પામેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સંજેલી સામૂહિકઆરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઘટના સ્થળે પણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાતેમજ વાહનો પણ થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો બનાવને લઇને સંજેલી પોલીસને જાણ થતાતાત્કાલિક ધોરણે સંજેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી . તેમજ રસ્તા ઉપરના ટ્રાફિક જામનેખુલ્લો કરવામાં આવ્યો હતો તેમજ અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. હાલ સંજેલી સામુહિકઆરોગ્ય કેન્દ્ર પર નવ જેટલા મહિલા સહિત અન્ય લોકોને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થવાપામી હતી તેમજ ફેક્ચર પણ થયા હતા જેમની તાત્કાલિક ધોરણે સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર સહિત સ્ટાફ દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.

Share This Article