વડોદરા- શિનોર ખાતે નવનિર્મિત સરદાર પટેલ માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરાયું

Subham Bhatt
1 Min Read

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શિનોર ખાતે નવનિર્મિત સરદાર પટેલ માર્કેટ યાર્ડ સંકુલ નું આજરોજગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. શિનોર તાલુકાખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની માલસર રોડ ઉપર આવેલી પડતર જમીન પર કિસાન કલ્પવૃક્ષયોજના અંતર્ગત આધુનિક બજાર અને ગોડાઉન સાથે રૂપિયા ૬ કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ સરદારપટેલ માર્કેટ યાર્ડ સંકુલ નો આજરોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.પરંતુ આજરોજ યોજાયેલાંલોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સમય કરતાં અઢી કલાક મોડા આવતાં કાર્યક્રમ માં હાજર લોકો નિરાશ થઈ ને કાર્યક્રમ સ્થળે થી નીકળી ગયા હતા.

Newly constructed Sardar Patel Market Yard at Vadodara-Shinor was inaugurated

જે બાદ શિનોર ખાતેઆવી પહોંચેલા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ના વરદ હસ્તે નવનિર્મિત સંકુલ નુંરીબીન કાપી ઉદ્દઘાટન કરાયું હતું.ત્યારબાદ ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની સુખડી તુલાકરવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી પ્રદીપસિંહ પરમાર,સહકાર અને ઉદ્યોગ ગુજરાત રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ કરજણ ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ,વાઘોડિયા ના ધારાસભ્યમધુભાઈ શ્રી વાસ્તવ ,જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઇ પટેલ સહિત તાલુકા અને જિલ્લા પંચાયત ના સદસ્યો અને ભાજપ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા…

Share This Article