અમરેલી-ભર ઉનાળે ડાલામથ્થા સિંહે લટાર મારતો વિડીયો વાયરલ

Subham Bhatt
1 Min Read

 

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરના જંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારે વધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં ફરી સિંહનો વીડિયો વાયરલ થયો છે.

Video of Dalamaththa Singh strolling all summer in Amreli goes viral

ભર ઉનાળે ડાલામથ્થા સિંહે લટાર મારી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પીવાના પાણી માટે ગ્રામીણ ગામડાના માર્ગ પરથી સિંહ નીકળ્યો હતો. રોડ ક્રોસ કરીને ગાડા કેડાના માર્ગ પર નીકળેલ સિંહનો વીડિયો વાયરલ થયો છે. બાઇક પર નીકળેલ વાહન ચાલકે સિંહને કેમેરામાં કેદ કર્યો છે. સિંહ ઘડીભર ઉભો રહીને સિંહની હાજરી અને ટેરેટરીનું નિશાન છોડ્યું હતું. ગીર કાંઠાના ગામડાનો અલમસ્ત સિંહનો વીડિયો હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.

Share This Article