સુરત-ફોન અને મેસેજ કરી કોઈ ગઠિયા માંગી રહ્યો છે રૂપિયા

Subham Bhatt
2 Min Read

સુરત મહાનગર પાલિકા કમિશનરના નામે ફોન અને મેસેજ કરી કોઈ ગઠિયા માંગી રહ્યો છે રૂપિયા. આધુનિક યુગમાં હવે સાયબર ક્રાઇમ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે માથાનો દુઃખાવો સાબિત થઇ રહ્યો છે.સાયબર ક્રાઇમ કરનારા ક્રાઇમ કરતા સહેજ પણ અચકાતા નથી.સુરત શહેર મનપા કમિશનરને પણ આ સાયબર ક્રાઇમ કરનારાઓએ છોડ્યા નથી . બન્યું એવું છે કે મોબાઈલ નંબર 7728969760 – 6381670146 નંબર પરથી સુરતના કેટલાક લોકો પાસે મનપા કમિશનરના નામે કોઈ ગઠિયો પૈસાની ડિમાન્ડ કરી રહ્યો છે . આના કારણે મનપાનું તંત્ર દોડતું થયું છે અને એક કરતા વધુ ફરિયાદો મળ્યા બાદ મનપાએ જે નંબર પરથી આ પ્રકારની ડીયમન્ડ થઇ રહી છે તે નંબર મનપા કમિશનરનો નથી તેવો ખુલાસો કરવો પડ્યો છે .

Someone is asking for Rs. By phone and texting

સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બનેલા આ મામલામાં મળેલી જાણકારી મુજબ મોબાઈલ નંબર 7728969760 – 6381670146 પરથી કેટલાક લોકોને ફોન કરવામાં આવ્યા હતા તેમજ ઘણાને મેસેજ કરવામાં આવ્યા હતા કે , આ નંબર સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીનો છે અને તેમને પૈસાની જરૂર છે . આથી પૈસા મોકલવા માટે ડિમાન્ડ કરવામાં આવે છે.આ મામલે આખરે તંત્રને ખુલાસો કરવો પડ્યો છે.જોકે , આ ફોન કે મેસેજ બાદ કોઈએ પૈસા આપ્યા છે કે નહીં તે અંગે હજુ જાણકારીપ્રાપ્ત થઇ નથી.હજી સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી .જોકે , આ મામલા બાદ એ વાત સ્પષ્ટ થઇ છે કે સાયબર ક્રાઇમ કરનારા મનપા કમિશનરના નામે જો આવું કરી શકતા હોય તો સામાન્ય માનવીનું તો શું ગજુ ?

Share This Article