દ્વારકા જિલ્લાના ભાણવડમાં આભ ફાટ્યું

admin
1 Min Read

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ભાણવડમાં નોંધાયો છે. તે સાથે જ રાજ્યમાં આ વર્ષે સરેરાશ વરસાદ 136.66 ટકા થયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 129%, કચ્છમાં 172.44%, ઉત્તર ગુજરાતમાં 106.53%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 124.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 144.99% વરસાદ નોંધાયો છે. નવરાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સોમવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સૌથી વધારે 13 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જામનગરના જોમજોધપુરમાં આઠ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના જામકંડોરણામાં નવ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. હાલ પણ મેઘરાજની બેટીંગ યથાવત છે. ત્યારે ભારે વરસાદને પગલે ભાણવડ પંથકના ખેડૂતોને કપાસ અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

Share This Article