અમરેલી- બગસરા ખાતે 8માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્ર્મ યોજાયો

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના બગસરા મેઘાણી હાઇસ્કુલ ખાતે 8 મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સરકારની વિવિધ કામગીરીસ્થળ ઉપર કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના લોકોને ઘર ઘર સુધી સરકારી યોજનાનો લાભ મળે તેવા હેતુ અન્વયેસરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજી લોકોને સરકારી કામ સ્થળ ઉપર થાય અને અરજદારોને સરકારી કચેરીઓ સુધી ધક્કા નખાવા પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા 8 મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે બગસરા મેઘાણી હાઇસ્કુલ ખાતે મામલતદાર અરુણ શર્મા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

Amreli- 8th phase service bridge program was held at Bagasara

જેમાં વિવિધ સરકારીવિભાગના કચેરીઓના અધિકારીઓની ઉપસ્થિતિમાં સરકારી વિવિધ કામગીરી જેમાં આવક જાતિના દાખલા રેશન કાર્ડ આધારકાર્ડ તેમજ મા અમૃતમ સહિતની કામગીરી સ્થળ ઉપર કરવામાં આવેલ આ તકે નગરપાલિકાના પ્રમુખ પરેશભાઇ ખીમસુરીયાઉપ પ્રમુખ રાજુભાઈ ગીડા સહિત સભ્યો અને ચિફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામી તેમજ નાયબ મામલતદાર ડિ.કે.વરુ સાહેબ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહેલ અરજદારોને સ્થળ ઉપર કામગીરી થતા અરજદારોમાં પણ ખુશી જોવા મળેલ

Share This Article