સુરત- ગુજરાત ATS અને સુરત SOGનું ઓરિસ્સામાં સર્ચ ઓપરેશન

Subham Bhatt
2 Min Read

રાજ્યની એન્ટી ટીરરીસ્ટ સ્ક્વોડ અને સુરત પોલીસના સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ દ્વારા ઓરિસ્સાનાવોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સ્પેશ્યિલ સર્ચ ઓરપેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા 7થી12 વર્ષ સુધી ભાગતા ફરતા 6 ડ્રગ્સ માફિયાઓને એક સપ્તાહની ભારે જહેમત બાદ ઓરીસ્સાનાવિવિધ શહેરોમાંથી ઝડપી પાડ્યા છે. ડ્રગ્સ માફિયાઓ સામે રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલીઝૂંબેશના ભાગ રુપે એટીએસના વડપણ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એમડી ડ્રગ્સ અનેગાંજો સુરત અને રાજ્યમાં સૌથી વધું વેચેતા નશીલા પદાર્થો છે. આ માદક પદાર્થોની હેરાફેરી અનેવેચાણના ગોરખધંધા નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસે કમરકસી છે. આ દિશાની કાર્યવાહી માટેમોનેટરિંગ એજન્સી તરીકે ગુજરાત એટીએસ જવાબદારી નિભાવી રહ્યું છે. જે તે શહેર અને જિલ્લાનાસ્પેશ્યિલ ઓપરેશન ગૃપ સાથે મળી વોન્ટેડ ડ્રગ્સ માફિયાઓને ઝબ્બે કરવા વિશેષ સર્ચ ઓપરેશનહાથ ધરાયું છે. જે અંતર્ગત ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં ઠેર ઠેર દરોડા પાડીને, સાતથી બાર વર્ષસુધી ભાગતા ફરતા નારકોટીક્સના આરોપીઓને પકડી પાડ્યા છે. ઓરિસ્સાના ગંજમમાંથીપકડાયેલા આરોપીઓમાં લિંબાયત, કતારગામ અને ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગાંજાના કેસમાં સાતથી લઈને બાર વર્ષથી સતત ભાગતા ફરતા આરોપીઓનો સમાવેશ થાય છે.

Surat- Gujarat ATS and Surat SOG search operation in Orissa

સુરત SOG તથા ગુજરાત ATS ની ટીમ દ્વારા 6 વોન્ટેડ આરોપીઓને ઓરિસ્સાના ગંજામ ખાતેથી 7-8દિવસના ઓપરેશન અંતર્ગત ઝડપી લેવામાં આવ્યા હતા. આ આરોપી પૈકી 12 વર્ષથી નાસતાફરતા સંતોષ રઘુનાથ બિસ્નોઈની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી.  તે ઉપરાંત 9વર્ષથી વોન્ટેડ સીમાંચલ ઉર્ફે કાલીયા ભજરામ પ્રઘાન , જેની  સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાંગાંજાનો ગુનો નોંધાયેલો હતો.    ગાંજાના ગુનામાં 8 વર્ષથી વોન્ટેડ  અન્ય એક આરોપી સુભાષ  દેશીરાઉત  સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોઘાયેલો હતો. જ્યારે  3 વર્ષથી નાસતા ફરતા રાજુઉર્ફે ભીકા બહેરા તેમજ  બલરામ સરગીન બહેરાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ જગદીશ જુગલ કિશોર રાઉત જે ઉધના પોલીસમાં ઠગાઈના ગુનામાં વોન્ટેડ હતો તેને પણ પોલીસે ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડયો હતો.

Share This Article