રાજકોટ- ફોર્ચ્યુનરે જોરદાર ટક્કર મારતાં એક્ટિવા સાથે ચાલક પાંચ ફૂટ ઊલળ્યો

Subham Bhatt
1 Min Read

રાજકોટમાં આજે કાલાવડ રોડ પર બે અકસ્માત થયા છે. પહેલા બનાવમાં કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો, જેમાં એક્ટિવા સાથે યુવાન પાંચ ફૂટ હવામાં ફંગોળાઇને રસ્તા પર ધડામ કરતો પટકાયો હતો. એક્ટિવા ચાલક યુવાનના ઘરે લગ્નપ્રસંગ હોવાથી કંકોત્રી આપવા જતો હતો. ત્યારે અકસ્માત નડતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જેમાં સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

Rajkot: Driver tilts five feet with Activa after Fortuner collides

આ ઘટનામાં ત્રણ બહેને એકનો એક ભાઈગુમાવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મનીષ તેરૈયા નામનો 27 વર્ષીય યુવાનનું પિતરાઈ બહેનના લગ્નની કંકોત્રી આપવા માટે જઈ રહ્યો હતો. એ દરમિયાન ફોર્ચ્યુનર કારે તેને અડફેટે લીધો હતો, જેમાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક નિવૃત્ત પીઆઇ ભૂપતભાઇ તેરૈયાના પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે.

Share This Article