અમરેલી:-રાજુલાના ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

Subham Bhatt
1 Min Read

અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરાણા નજીક બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા એક ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.રાજુલા-જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આજે સવારે હિંડોરાણા નજીક બે ટ્રક સામસામે અથડાઈ હતી.

Amreli: Tragic accident on Rajula's Bhavnagar Somnath National Highway

અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. 108 અને રાજુલા પોલીસની ટીમ પણ ઘટનાસ્તળ પર પહોંચી હતી. જોરદાર ટક્કરના કારણે બંને ટ્રકની ડ્રાઈવર કેબીનને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઈજો થતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

Share This Article