રાજકોટ- સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ટોયલેટમાં દારુની બોટલો મળી આવી

Subham Bhatt
1 Min Read

શિક્ષણ ના પવિત્ર ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં દારૂ ની બોટલો ના દ્ર્શ્યો નજરે પડતાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓદ્વારા આમ આદમી પાર્ટી વિધાર્થી પાંખ CYSS ને રજૂઆત કરતા, આ અનુસંધાને રૂબરૂ સ્થળ તપાસ કરતા ત્યાંના ગંદકી નાતેમજ દારૂની બોટલોના દૃશ્યો સામે આવતા CYSS ની ટીમ કુલપતિ ને રજૂઆત કરવા ગયેલ

Rajkot: Bottles of liquor were found in the toilet of Saurashtra University

ત્યાં કુલપતિ હાજર ન હોય ત્યારે રજીસ્ટાર ને જાણ કરી ઉગ્ર વિરોધ કરેલ અને ચેતવણી આપેલ કે આ ઘટના ખૂબ શરમજનક કહેવાય આની તપાસ કરવામાં આવે,સાથે ચેતવણી પણ આપવામાં આવી કે, ભવિષ્યમા એવું ન થાય, તેના માટે યોગ્ય પગલા લેવામા આવે અને બે દિવસમાં સફાઈ કરવામાં આવે જો આમ નહિ થાય તો યુનિવર્સિટી ખાતે CYSS હલ્લા બોલ કરશે.

Share This Article