વડોદરા- દેશના અનેક રાજાની વિન્ટેજ કારને વડોદરા શહેરના કારીગરોએ મેન્ટેન કરી

Subham Bhatt
1 Min Read

દેશના અનેક રાજાની વિન્ટેજ કારને વડોદરા શહેરના કારીગરોએ મેન્ટેન અને રિનોવેટ કરી છે. કાર ખરીદવાનું દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે.ત્યારે શહેરના બે ભાઇઓ વર્ષ 1982 થી વિન્ટેજ કારને મેન્ટેન અને રિનોવેટ કરી રહ્યા છે.જે વિશે માહિતીઆપતા વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા સુરેશભાઇ અને શંકરભાઇ માલીએ જણાવ્યું હતું કે વર્ષ 1947 થી 1968સુધીની મર્સિડીઝ, મોરીસ, પોંડિયાર્ડ, ડોર્જ, ડિસોટો, ચૂક, કેડિલેક અને મોરિસ વાઇનોર જેવી વિન્ટેજ કારને અમે મેન્ટેન અને રિનોવેટ કરી છે.એક વિન્ટેજ કારને રિનોવેટ કરતા 8 થી 12 મહિનાનો સમય લાગે છે.અત્યાર સુધી આ ભાઈઓ એ દેશના અનેક રાજાની વિન્ટેજ કારનું મેન્ટેનન્સ અને રિનોવેશન કર્યું છે.

Vadodara- Vintage cars of many kings of the country were maintained by the artisans of Vadodara city

જેમાં મુખ્યત્વે દેવગઢ, રાજસ્થાનના રાજા વિરભદ્રસિંહની 10વિન્ટેજ કાર,વડોદરાના પ્રિન્સ અશોકરાજે ગાયકવાડની 2 વિન્ટેજ કાર અને હિંમતનગરના દૌલત વિલાસ પેલેસના રાજાનરેન્દ્રસિંહની 14 વિન્ટેજ કારનો સમાવેશ થાય છે. આ બંને ભાઈઓના પિતા એ ગેરેજ શરૂ કર્યું હતું.એમણે આ કામ શરૂ કર્યુંહતું.ત્યાર બાદ સુરેશભાઈને કારનો ખૂબ જ શોખ,જેથી તેમણે આ કાર્યને અપનાવી લીધું.અને ત્યારથી બંને ભાઈઓ સાથે કાર્યકરી રહ્યા છે.અને એમનો સુપુત્ર પણ આ કાર્યને આગળ ધપાવી રહ્યો છે.શહેરમાં આ પ્રકારે વિન્ટેજ કાર પર કામ કરવાનો માલી પરિવારનો વારસો ચાલતો આવ્યો છે.

Share This Article