જ્યાં તંત્ર નિષ્ફળ ગયું ત્યાં સેવાભાવી લોકો આવ્યા આગળ

admin
2 Min Read

કચ્છનું  ઔધોગિક શહેર ગાંધીધામ અનેક સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે.  ગાંધીધામ શહેરની મ્યુનિસિપાલિટી સામે લોકોનો ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલ વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં લોકોના નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઇ ગયેલ છે. ત્યારે લોકો પરેશાન થઇ રહ્યા છે. ગાંધીધામની મ્યુનિસિપાલિટીએ પ્રશ્નનો નિકાલ કરતા એક સેવાભાવી સજ્જન વિસ્તારની વહારે આવ્યા અને પોતે કઈ પાર્ટીમાં છે તેની પરવા કર્યા વગર લોકોની મદદ કરવામાં લાગી ગયા હતા. જનરેટરથી પાણીનો નિકાલ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જાગૃત કાર્યકર્તા ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી લતીફ ખલીફાએ વિસ્તારની મુલાકાત લીધી અને જે ઘરમાં પાણી ભરેલા હતા તેનો નિકાલ મશીનો લગાવીને કરવામાં આવી રહ્યો છે. ખાવાપીવાની વસ્તુ પણ જરૂર હશે તો તે પણ મદદ કરવામાં આવી રહી છે. સેવાભાવી લતીફ ખલીફા ઘરે ઘરની મુલાકાત લઇ પાણીનો નિકાલ કરી રહ્યા છે અને તે માટે પોતાના ખિસ્સાના પૈસા ખર્ચી રહ્યા છે અને લોકોને રાહત મળે તે માટે મશીન લગાવી પાણી ઉલેચી રહ્યા છે. લતીફ ખલીફા અભિનંદનના અધિકારી છે.  ખરેખર તો ફરજ ગાંધીધામ નગરપાલિકાની છે. પરંતુ અનેક જગ્યાએ જેમ વહીવટીતંત્ર લોકોની સેવામાં નિષ્ફળ જાય છે ત્યારે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે. મુંદ્રામાં પણ આવા પ્રશ્નો માટે ચૂંટાયેલા લોકો દરકાર લેતા સેવાભાવીઓ આગળ આવ્યા હતાં.

Share This Article