દાહોદ- દાહોદ-ઈન્દૌર રોડ પર પેસેંજર ભરેલી બસે મારી પલટી

Subham Bhatt
1 Min Read

દાહોદ શહેરમાંથી પસાર થતાં દાહોદ-ઈન્દૌર રોડ ખાતે એક પેસેન્જર ભરેલી લક્ઝરી બસઅકસ્માતે પલ્ટી ખાઈ જતાં બસમાં સવાર અંદાજે ૪૦ જેટલા મુસાફરો પૈકી ૧૦ થી ૧૫મુસાફરોને ઈજાઓ થતાં તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છેઆજરોજ સાંજના ૬ વાગ્યાના આસપાસ એક ખાનગી લક્ઝરી બસ અમદાવાદથી ઈન્દૌર ખાતેજઈ રહી હતી તે સમયે દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર પેસેન્જર ભરેલ લક્ઝરી બસજાેતજાેતામાં અકસ્માતે પલ્ટી ખાઈ જતાં અંદર સવાર અંદાજે ૪૦ જેટલા મુસાફરો પૈકી અંદાજે ૧૫ જેટલા મુસાફરોને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.

On the Dahod-Dahod-Indore road, my bus overturned

ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. પોલીસ આવે તે પહેલા સ્થાનીક લોકોએઈજાગ્રસ્તો તથા અન્ય મુસાફરોને બસમાં બહાર કાઢવાની કવાયતો હાથ ધરી હતી અને થોડીકક્ષણોમાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવામારફતે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.સદ્‌નસીબે આ માર્ગ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

Share This Article