વડોદરા- અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું

Subham Bhatt
1 Min Read

સરકારી પેરા મેડિકલ પ્રવેશપ્રક્રિયામાં ફિજીયોથેરાપીની સરકારી કોલેજોમાં બાકી રહેલી સીટો પરની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવાબાબતે અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ દ્વારા વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી. અખિલભારતીય વિધ્યાર્થી પરિષદ છેલ્લા 74વર્ષોથી રાષ્ટ્રહિત માટે કાર્યરત વિધ્યાર્થી સંગઠન છે.કોરોના કાળને કારણે પેરા મેડિકલનીવર્ષ- 2021ની પ્રવેશપ્રક્રિયા વર્ષ -2022 એપ્રિલ માસમાં પૂર્ણ થઇ છે.આટલા લાંબા સમય પછી પણ પેરા મેડિકલ ની પ્રવેશપ્રક્રિયા અડધેથી તરછોડાયેલી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.ત્યારે ફિજીયોથેરાપી અંતર્ગત સમગ્ર રાજ્યમાં કુલ પાંચ સરકારી કોલેજો પૈકી અમદાવાદ,વડોદરા,સુરત, જામનગર તથા દાહોદ ખાતે આવેલ છે.

Banaskantha- Khardosan village agriculture bank director honored

જેમાં કુલ 462 સરકારી સીટો પૈકી 404 સીટોપેરા મેડિકલ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ભરાયેલી છે.બાકીની સીટો પર પ્રવેશ પ્રક્રિયા અટકાવવામાં આવી છે જેના પરિણામે વિધ્યાર્થીઓનું ભાવિ સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોય તેવું જણાય છે.તેમજ સરકાર ખાનગી કોલેજોને વધુ મહત્વ આપતીહોય તેવું લાગી રહ્યું છે.જ્યારે સરકારી કોલેજોને બાકી પડેલી સીટોને રાખીને વિધ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂક્યું છે.ત્યારેઅખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ દ્વારા પેરા મેડિકલના વિધ્યાર્થીઓ સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સાથેરજૂઆત કરવામાં આવી હતી અને ખાલી પડેલી 70 જેટલી બેઠકો તાત્કાલિક ધોરણે ભરવાની માંગ સાથે વિધ્યાર્થીઓને ન્યાય મળે તેની રજૂઆત કરવામાં આવી હતી.

Share This Article